રાકેશ ઓમપ્રકાશ મહેરાની આત્મકથા

Friday 06th August 2021 08:46 EDT
 
 

રાકેશ ઓમપ્રકાશ મહેરા બહુ જલદી આત્મકથા ‘ધ સ્ટ્રેન્જર ઇન ધ મિરર’ રિલીઝ કરવાના છે. પુસ્તકનું કવર તાજેતરમાં સોનમ કપૂરે રિલીઝ કર્યું હતું. આ ઓટોબાયોગ્રાફીની પ્રસ્તાવના એ.આર. રહેમાને લખી છે, ઉલ્લેખનીય છે કે રાકેશ મહેરા અને રહેમાને ‘રંગ દે બસંતી’ અને ‘દિલ્હી-૬’માં સાથે કામ કર્યું હતું. આ પુસ્તકની સમાલોચના આમિર ખાને કરી છે. જ્યારે પુસ્તકના સહલેખિકા રીતા રામમૂર્તિ ગુપ્તા છે. આ પુસ્તકમાં ભારતીય સિનેમા જગતની દિગ્ગજ હસ્તીઓ વહિદા રહેમાન, એ.આર. રહેમાન, મનોજ વાજપેયી, અભિષેક બચ્ચન, રોની સ્ક્રૂવાલા, અતુલ કુલકર્ણી, આર. માધવન્, દિવ્યા દત્તા તેમજ પ્રહલાદ કક્કડ જેવી સેલિબ્રિટીઓએ પોતાનું પ્રદાન આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter