રાખી સાવંત ઉમરાહ માટે મક્કા પહોંચી

Friday 08th September 2023 12:08 EDT
 
 

બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત સતત ચર્ચામાં રહે છે. તે મોટા ભાગે કોઈને કોઈ કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં તે પોતાની પર્સનલ લાઈફ્ન લઈને ખૂબ જ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેનો એક્સ હસબન્ડ આદિલ ખાન દુર્રાની જેલથી બહાર આવ્યો છે, અને તેણે એક્ટ્રેસ પર ઘણા આક્ષેપ કર્યા છે. તેનું કહેવું હતું કે રાખીએ તેના પર ઘરેલુ હિંસા સહિતના ખોટા આરોપ લગાવ્યા હતા. આ બધા વિવાદોની વચ્ચે હાલમાં જ રાખી સાવંત ઉમરાહ માટે પહોંચી હોવાનો વીડિયો સામે આવ્યો છે. રાખી ઉમરાહ કરવા માટે મક્કા-મદિના પહોંચી હતી. રાખીએ ઉમરાહ કરતો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે તો સાથે સાથે જ ઘણી તસવીરો પણ શેર કરી છે. તેમાં એક્ટ્રેસે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. તેમાં રાખી વીડિયોમાં પ્રાર્થના કરતા જોવા મળી રહી છે. તેની સાથે જ એક્ટ્રેસના વીડિયો અને ફોટો પર ફેન્સ ખૂબ કોમેન્ટ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું હતુંઃ ‘અલ્લાહ તુમ્હારી ઉમરાહ કબૂલ ફરમાયે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter