રાજ કુંદ્રાએ આખો ચહેરો છુપાવ્યો

Thursday 24th March 2022 05:38 EDT
 
 

શિલ્પા શેટ્ટીનો બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા ફરી એક વાર સોશિયલ મીડિયામાં ટ્રોલ થયો છે. રાજ મુંબઇના જુહૂમાં ફિલ્મ જોવા માટે એક થિયેટર આવ્યો હતો. જોકે, આ દરમિયાન તેણે બેટમેન જેવા કાળાં કપડાં પહેર્યા હતા. એટલું જ નહીં, તેણે પોતાનું મોં આખું છુપાવી દીધું હતું અને ઉપરથી ગોગલ્સ પહેર્યા હતા. થિયેટરમાં રાજની એન્ટ્રી થતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. આ સાથે જ યૂઝર્સ ફરી એક વાર રાજને પોર્નોગ્રાફીના મુદ્દે ટ્રોલ કરી રહ્યા છે. યૂઝર્સ કહી રહ્યા છે કે એવું કામ જ કેમ કરે છે કે તારે મોં છુપાવવું પડે? આ વીડિયોમાં રાજ કુંદ્રા એકલો જ જોવા મળે છે. તેણે સુપરમેન જેવા કપડાં પહેર્યા હોવાથી સોશિયલ મીડિયા યૂઝર્સ રાજ કુંદ્રાની મજાક ઉડાવી રહ્યા છે. રાજ કુંદ્રાને આ કપડામાં ઓળખવો પણ મુશ્કેલ બની ગયો હતો. જણાવી દઈએ કે રાજ કુંદ્રાની ગયા વર્ષે 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપડ કરાઇ હતી. અને લગભગ બે મહિને જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. 

જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા. રાજ કુદ્રા અને શિલ્પા શેટ્ટી હવે ક્યારેક ક્યારેક જાહેરમાં નજરે તો પડી રહ્યા છે, પરંતુ હજુ તેમને ડર છે કે ફરી કોઈ વિવાદમાં ફસાવા કરતા મીડિયા અને લોકો પબ્લિક વચ્ચે થોડું અંતર જાળવવું સારું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter