મહાકાવ્ય રામાયણનું શાશ્વત આકર્ષણ માત્ર તેના ભવ્ય ઘટનાક્રમોમાં રહેલું નથી, પરંતુ તેના પાત્રો સમક્ષ રહેલા પસંદગીના વિકલ્પોમાં પણ છે. કર્તવ્ય, નિષ્ઠા-સ્વામીભક્તિ, પ્રેમ, હિંમત અને બલિદાનના મૂલ્યો સમગ્ર મહાકાવ્યમાં પ્રદર્શિત થતાં રહે છે જે આ કથાનિરુપણમાં નીતનવા માર્ગ થકી દરેક પેઢીઓને મનનની દિશા ખોલી આપે છે. વિશ્વભરમાં આગામી 5 નવેમ્બરે રીલિઝ થઈ રહેલી ફિલ્મ ‘રામાયણઃ રાઈઝ ઓફ લેજન્ડ’ આ મૂલ્યોનાં વિશ્વને સિનેમાગૃહોમાં લાવી મૂકે છે.
નિતેશ તિવારી દિગ્દર્શિત આ ફિલ્મમાં અભિનેતા રણબીર કપૂર રામનું પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે માતા સીતાનું પાત્રઅભિનેત્રી સાઈ પલ્લવી અને રાવણનું પાત્ર અભિનેતા યશ ભજવી રહ્યા છે. નમિત મલ્હોત્રા દ્વારા પ્રોડ્યુસ કરાયેલી તેમજ DNEG અને મોન્સ્ટર માઈન્ડ ક્રીએશન્સની સંગાથે પ્રાઈમ ફોકસ સ્ટુડિયોઝ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ રામાયણ મહાકાવ્યના બે ભાગમાં રુપાંતરિત ફિલ્મનો પ્રથમ ભાગ છે.
વાર્તાઓ, ઉત્સવની પરંપરાઓ અને સાંસ્કૃતિક મેળાવડાઓ મારફત આ મહાકાવ્યને સાંભળનારા, નિહાળનારા પરિવારો માટે આ ફિલ્મ પરિચિત પાત્રોને એકસાથે પુનઃ નિહાળવાની તક પુરી પાડે છે. યુવા ઓડિયન્સીસ માટે આ ફિલ્મ પેઢીઓથી સમાજ અને વિવિધ પ્રદેશોમાંથી વહેતી આવેલી કથાની ખોજ કરવાનું આરંભબિંદુ બની રહેશે. ઉત્તરદાયિત્વ, સમર્પણ તથા સત્ય અને અસત્ય, શુભ અને અશુભ, સાચા અને ખોટાં વચ્ચે પસંદગી કરવાના વિષયો આજે પણ ભારતના સાંસ્કૃતિક જીવનના કેન્દ્રનું સ્થાન ધરાવે છે.
આ ફિલ્મ નિર્માણમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકિંગ ટીમ સંકળાયેલી છે, જેમાં હાન્સ ઝીમર અને એ.આર. રહેમાને સંગીત પીરસ્યું છે. વિશ્વભરમાં વિવિધ ભાષાઓમાં રીલિઝ થઈ રહેલી ફિલ્મ ‘રામાયણઃ રાઈઝ ઓફ લેજન્ડ’ લોકમાનસમાં ઊંડે સુધી મૂળ ધરાવતી મહાકથાને વિવિધ ઓડિયન્સીસ સમક્ષ મૂકવાનું લક્ષ્ય ધરાવે છે.
‘રામાયણઃ રાઈઝ ઓફ લેજન્ડ’ 5 નવેમ્બર 2026ના દિવસે વિશ્વભરના સિનેમાગૃહોમાં પ્રદર્શિત થઈ રહી છે.


