રાહુલ-આથિયાઃ હમ સાથ સાથ હૈ...

Saturday 07th August 2021 08:44 EDT
 
 

ટીમ ઇંડિયાના યુવા ક્રિકેટર કે.એલ. રાહુલ અને સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી છેલ્લા લાંબા સમયથી પોતાના રિલેશન અંગે ચર્ચામાં છે. જોકે, આ બંનેએ ક્યારેય પોતાના રિલેશનશિપ પર સ્પષ્ટ રીતે વાત કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થતી તસવીરોમાં બંનેના રિલેશન અંગે સત્યતા બહાર આવી જ જાય છે. રાહુલ અને આથિયા હાલ ઈંગ્લેન્ડમાં છે અને સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. આ વાતનું પ્રૂફ લેટેસ્ટ તસવીરો દ્વારા સામે આવ્યું છે.
રાહુલ અને આથિયાની એક તસવીર ઈન્ટરનેટ પર વાયરલ છે, જે તેઓ ક્રિકેટર ઈશાંત શર્મા અને તેની પત્ની પ્રતિમા સાથે નજરે પડે છે. આ ફોટોને ઈશાંતની પત્નીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં પાંચ લોકો નજરે પડી રહ્યા છે. આથિયા સેલ્ફી લઈ રહી છે, બાકી બધા પોઝ આપી રહ્યા છે. તસવીર જોઈને જ કહી શકાય કે તેઓ કેટલા મસ્તીના મૂડમાં હશે. વાસ્તવમાં કે.એલ. રાહુલ ભારતીય ટેસ્ટ ટીમ સાથે હાલ ઈંગ્લેન્ડમાં છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ખેલાડીઓને પત્ની અને તેમના પરિવારના સદસ્યોને સાથે લઈ જવાની અનુમતિ આપી છે. દિલ્હીના જાણીતા અંગ્રેજી દૈનિકના રિપોર્ટ અનુસાર રાહુલે તો આથિયાને પોતાની પાર્ટનર જાહેર કરી દીધી છે, પણ આથિયા મગનું નામ મરી પાડતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter