રિતિક-સબાની ગોવા પાર્ટીઃ હેપ્પી પીપલ, હેપ્પી વર્લ્ડ

Saturday 16th April 2022 12:25 EDT
 
 

રિતિક રોશન અને સુઝાન ખાને ડિવોર્સ લીધા બાદ પણ તેમના સંબંધોમાં કડવાશ આવી નથી. સારા ફ્રેન્ડ્સની જેમ તેઓ અવાર-નવાર મળતાં રહે છે અને સાથે મળીને બાળકો સાથે વેકેશન પણ એન્જોય કરે છે. ડિવોર્સ પછી જીવનમાં આગળ વધી ચૂકેલા રિતિક અને સુઝાન ખાનની લાઈફમાં નવા કેરેક્ટર આવી ગયાં છે. અર્સલન ગોની સાથેના સુઝાનના રિલેશન અને રિતિક સાથે સબા આઝાદની નિકટતા હવે જગજાહેર છે. છૂટા થયાં બાદ એકબીજાના સંપર્કમાં રહેતા રિતિક અને સુઝાને હવે પોતાના નવા પાર્ટનર સાથે પાર્ટી એન્જોય કરીને બધાને ચોંકાવી દીધા હતા.
રિતિક અને સબાએ પાંચમી એપ્રિલે હાથમાં હાથ પરોવીને મુંબઈ એરપોર્ટ પર ફોટોગ્રાફર્સ પાસે પોતાના ફોટો ક્લિક કરાવ્યા હતા. આ બંને ગોવા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રિતિકની એક્સ-વાઈફ સુઝાન અને તેના બોયફ્રેન્ડ અર્સલન સાથે પાર્ટી એન્જોય કરી હતી. પૂજા બેદી અને સુઝાનની બહેન ફરાહ ખાન અલીએ ગોવાની રેસ્ટોરાંમાં એન્જોય કરેલી પાર્ટીના ફોટોગ્રાફ શેર કર્યા છે. સુઝાન ત્યાં પોતાના બોયફ્રેન્ડ અર્સલન ગોની સાથે હતી. ડિરેક્ટર અભિષેક કપૂરને પણ પાર્ટીમાં ઈન્વાઈટ કરાયો હતો. સુઝાન અને ફરાહ ખાન અલીનો ભાઈ ઝાયેદ ખાન પણ પાર્ટીમાં જોડાયો હતો. સુઝાને ગોવામાં નવી રેસ્ટોરાં ડિઝાઈન કરી છે, જેના ઓપનિંગ માટે પાર્ટી રખાઈ હતી. આ ઉપરાંત પૂજા બેદી પણ હાલ ગોવામાં રહે છે. તે પણ પોતાના ફિયાન્સે માણેક કોન્ટ્રાક્ટર સાથે આવી હતી. ફરાહ ખાને પાર્ટીના ફોટોગ્રાફ શેર કરતાં લખ્યું હતુંઃ હેપ્પી પીપલ, હેપ્પી વર્લ્ડ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter