આગામી માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ‘ધુરંધર-2’ની આતુરતાથી રાહ જોતા ચાહકો પહેલો ભાગ ઓટીટી પર આવે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે અહેવાલ છે કે, આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. રિલીઝના માત્ર દોઢ મહિનામાં જ ફિલ્મે કમાણીના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. બોક્સ ઓફિસ પર તો ફિલ્મે ઐતિહાસિક સફળતા સાથે ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ તરીકે ઉભરી છે. હવે આ ફિલ્મ ઓટીટી પર આવી રહી છે. રણવીર સિંહ, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સારા અર્જુન, સંજય દત્ત અને આર. માધવનને ચમકવાતી આ ફિલ્મ 30 જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાના અહેવાલ છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મના બન્ને ભાગના પ્રસારણ માટે રૂ. 130 કરોડની વિક્રમજનક ડીલ થઇ છે. આ ડીલ રણવીર સિંહ માટે ડિજિટલ સ્પેસમાં કારકિર્દીનો મહત્વનો પડાવ માનવામાં આવે છે.


