લંડનની ગ્લેમરસ સ્ટ્રીટ સ્ટાઇલમાં પ્રિયંકા

Thursday 30th September 2021 05:23 EDT
 
 

રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતારથી લઈને કેઝ્યુઅલ આઉટિંગ સુધી ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા લંડનમાં હાલ છે, અને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને તેની ગ્લેમરસ સ્ટ્રીટ સ્ટાઈલની લોકોને જાણ કરતી રહે છે. પ્રિયંકા લંડનમાં તેની હોલિવૂડ ફિલ્મ સિટાડેલનું શૂટિંગ કરી રહી છે. હાલમાં પ્રિયંકાએ લંડન સ્ટ્રીટના ઘણા ફોટા શેર કર્યા છે જેમાંથી એકમાં તે બ્રંચ ટેબલ પર બેઠી છે અને બ્લુ ડ્રેસ પહેર્યો છે. આ ફોટોમાં તેણે આંગળીમાં સિલ્વર રિંગ અને કાનમાં હેવી ઈયરરિંગ્સ પહેર્યાં છે. આ સાથે જ તેનું સ્માઈલ લોકોનું દિલ ચોરી લે તેવું છે. બીજા ફોટોમાં તે નદીકિનારે ઊભાં રહીને સનસેટની મજા લેતી જોવા મળી રહી છે. અન્ય એક તસવીરમાં તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને એક ફ્રેન્ડ સાથે જોવા મળે છે. જ્યાં સોનેરી તડકામાં તેઓ ઈલેક્ટ્રિક સ્કૂટરની મજા લઈ રહ્યા છે. એક ફોટામાં તે બ્લેક કોફી પીતી જોવા મળી રહી છે તો બીજામાં તે નદીમાં હંસોને નિહાળતી નજરે પડે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter