લંડનમાં લગ્નબંધને બંધાશે વિદ્યુત જામવાલ અને નંદિતા મહેતાની?

Sunday 24th July 2022 07:35 EDT
 
 

એક્શન સ્ટાર વિદ્યુત જામવાલ અને નંદિતા મહેતાની આવતા મહિને લંડનમાં લગ્નબંધને બંધાય તેવી ચર્ચા છે. એક ચર્ચા તો એવી છે કે બન્ને સિક્રેટ વેડિંગ કરી ચૂક્યાં છે, પરંતુ તેની જાહેરાત આવતા મહિને કરવાના છે.
વિદ્યુતની ફિલ્મ ‘ખુદા હાફિઝ-ટૂ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ધોવાઇ ગઈ હતી, પરંતુ બાદમાં નાના સેન્ટરો પર ટકી ગઈ હતી. હવે વિદ્યુત અંગત જીવનમાં પણ એક નવા મુકામ સર કરવા આગળ વધી રહ્યો છે. ચર્ચા અનુસાર નંદિતા હાલ લંડનમાં પહોંચી ચૂકી છે અને ટૂંક સમયમાં વિદ્યુત પણ લંડન પહોંચી જશે. બન્ને લંડનમાં જ વિધિવત્ લગ્ન કરી લે તેવી સંભાવના છે. બંને તેમની સગાઈની ઔપચારિક ઘોષણા અગાઉ કરી ચૂક્યાં છે. જોકે એક અહેવાલ એવો પણ છે કે ખરેખર તો બંનેએ ગુપચુપ લગ્ન કરી જ લીધાં છે, પરંતુ હવે આગામી દિવસોમાં તેની સત્તાવાર જાહેરાત સાથે મિત્રો માટે પાર્ટી યોજાવાની છે. નંદિતા મહેતાની ફેશન ડિઝાઈનર છે. અને રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડની લાંબી યાદીમાં તેનો પણ સમાવેશ થાય છે. નંદિતાનાં લગ્ન અગાઉ કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂર સાથે થયાં હતાં. જોકે, બંનેએ બે જ વર્ષમાં છૂટાછેડા લઈ લીધા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter