લંડનમાં લહેર કરે છે અનુષ્કા

Saturday 06th April 2024 06:42 EDT
 
 

બીજા સંતાનના જન્મ બાદ અત્યાર સુધી કેમેરાની નજરથી દૂર રહેલી અનુષ્કાએ હવે એક તસવીર શેર કરીને ઝલક બતાવી છે. અનુષ્કા શર્માના ફેન્સ તે રાહ જોઈને બેઠાં છે કે તે સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીની આઈપીએલ ટીમ આરસીબીની મેચ જોવા માટે ક્યારે લંડનથી ભારત પરત ફરે છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ લંડનમાં બીજા સંતાનને જન્મ આપ્યો છે. અનુષ્કાએ તેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે વ્હાઈટ શર્ટ અને બ્લૂ જિન્સમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં એક્ટ્રેસના ફેસ પર બિગ સ્માઇલ જોવા મળી રહ્યું છે. અનુષ્કા શર્માની પોસ્ટ પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે અનુષ્કાને આઈપીએલમાં મીસ કરી રહ્યા છે. એક યૂઝરે કહ્યું છે કે ભાભી ભૈયા કો બોલો કેકેઆર સે પંગા કરે, મેદાન મેં મનોરંજન કી કમી હો રહી હૈ... આ સિવાય અન્ય એક યૂઝરે લખ્યું છે કે સ્ટેડિયમમાં આરસીબીને ચિયર કરવા માટે તમારી યાદ આવી રહી છે. અન્ય એક યૂઝરે લખ્યું છે કે આટલા દિવસ પછી નજરે પડ્યા છો. આ સિવાય અન્ય યૂઝર્સ તેની પોસ્ટ પર રેડ હાર્ટ ઈમોજી મોકલી રહ્યા છે. અનુષ્કા શર્મા છેલ્લા ત્રણ મહિનાથી લંડનમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter