લતા-આશાની સ્મૃતિમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સાકાર થશે

Sunday 26th April 2026 09:00 EDT
 
 

દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેએ 92 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ચાર વર્ષ અગાઉ આશાની મોટી બહેન અને મહાન ગાયિકા લતા મંગેશકરે પણ દુનિયાનો ત્યાગ કર્યો હતો. સંગીત ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપનાર બન્ને બહેનોની સ્મૃતિમાં અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવાની જાહેરાત સંગીતકાર ભાઈ હૃદયનાથ મંગેશકરે કરી છે. પૂણેમાં બન્ને બહેનોની યાદમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ બનાવાશે. ભાઇ હૃદયનાથે જણાવ્યું હતું કે તેમના માતા અને મોટાં બહેન લતાએ ગરીબોની સેવા માટે હોસ્પિટલ બનાવવાનું સપનું જોયું હતું. તેમના પરિવારે અને ડોક્ટરોએ 25 વર્ષ અગાઉ આ હોસ્પિટલ બનાવવાનો પુરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તે સમયે આ સપનું સાકાર થઈ શકયું ન હતું. હૃદયનાથે ઉમેર્યું હતું કે તે પછી પરિવારે નિર્ણય કર્યો હતો કે લતા મંગેશકરના નામ પર આ હોસ્પિટલ બનાવવામાં આવશે અને તેની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. હોસ્પિટલનું મૂહુર્ત કરવાની તારીખ પણ પણ નક્કી થઇ ગઇ હતી, પણ અચાનક આશા દીદી પણ અવસાન પામ્યાં. આથી હવે અમે નિર્ણય કર્યો છે કે હોસ્પિટલનું નામ લતા મંગેશકર અને આશા મંગેશકર એમ બન્નેના નામ પર રાખવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter