ભારતીય ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ અને અભિનેત્રી કિમ શર્મા છેલ્લા બે વર્ષોથી ગાઢ રિલેશનશિપમાં હતા. બંને સેલેબ્સ અનેકવાર જાહેરમાં પણ સાથે જોવા મળી ચૂક્યા છે. જોકે હવે બન્ને છૂટા પડીને અલગ અલગ માર્ગે આગળ વધી રહ્યાના અહેવાલ છે. કિમ અને લિએન્ડર વચ્ચે અણબનાવ હોવાથી વાત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. આ પાછળનું કારણ ઝઘડા માનવામાં આવી રહ્યું છે. કિમ શર્માએ તેના સોશિયમ મીડિયા પરથી પેસ સાથેના ફોટોગ્રાફ્સ ડિલિટ કરી દેતા બ્રેકઅપને કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. કિમે તેના અને પેસના રિલેશનશિપનો સ્વીકાર કરતાં 2022માં સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફસ શેર કરીને પ્રેમસંબંધની ઉજવણી કરી હતી આ સંબંધોને જગજાહેર કર્યા હતા. આ ઉપરાંત, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ સેલેબ કપલ કોર્ટ મેરેજ કરીને લગ્નગંથિથી જોડાવવાનું પ્લાન કરી રહ્યું હતું. જોકે કમિટમેન્ટ ઇશ્યુના કારણે સંબંધો આગળ વધી ન શક્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, ફોટોગ્રાફ્સ હટાવ્યા સિવાય સંબંધોમાં તિરાડ વિષે બન્નેમાંથી કોઇએ પણ નિવેદન આપ્યું નથી.