લિયોનાર્ડો સાથેનો અનુપમ અહેસાસ

Saturday 24th July 2021 07:16 EDT
 
 

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એક તરફ તેઓ પોતાના પ્રોજેક્ટ્સમાં બિઝી રહે છે તો બીજી તરફ ફેન્સ સાથે પોતાના જીવનની સ્પેશિયલ મોમેન્ટ્સ પણ શેર કરતા રહે છે. આ વચ્ચે અનુપમ ખેરે લિયોનાર્ડો ડિક્રેપિયો સાથેનો પોતાનો એક થ્રોબેક ફોટો શેર કરીને રસપ્રદ કિસ્સો જણાવ્યો છે. અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છેઃ થોડાક વર્ષ પહેલાં હું લિયોનાર્ડો ડિ’કેપ્રિયોને લોસ એન્જેલસમાં એક કાર્યક્રમમાં મળ્યો હતો. મેં મારો પરિચય આપ્યો અને કહ્યું કે હું એક ઈન્ડિયન અભિનેતા છું. મારી વાત સાંભળીને લિયોનાર્ડોએ કહ્યું મને ખબર છે. આની પર મેં પૂછ્યું કેવી રીતે? અને પછી લિયોનાર્ડો મને હૂંફથી ભેટી પડ્યા. તેઓ પ્રેમાળ અને ઉદાર છે. એક અભિનેતા હોવાની સૌથી સારી બાબત એ છે કે તમે દુનિયાભરના અદભૂત લોકોને મળો અને તેમની સાથે કનેક્ટ થઇ જાવ. એક્ટર પોતાનામાં જ એક જાતિ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter