લેખાએ મારું ઘર નથી ભાંગ્યુઃ ઇમરાન

Monday 18th March 2024 08:42 EDT
 
 

ઈમરાન ખાને તેની પ્રેમિકા લેખા વોશિંગ્ટન સાથેના સંબંધોની પહેલીવાર કબૂલાત કરી છે. જોકે, તેણે લેખાને અન્યોના ઘર ભાંગનારી હોવાનું કહી વગોવનારા લોકો માટે નારાજગી વ્યક્ત કરી છે. ઇમરાને જણાવ્યં હતું કે હું અને લેખા કોરોના વાયરસના સમયમાં લોકડાઉન દરમિયાન એકબીજાની વધુ નજીક આવ્યા હતા. એ સમયે તો હું મારી પત્ન અવંતિકા મલિકથી છુટો થઇ ગયો હતો. લોકો લેખાને ઘર તોડનારી કહી રહ્યા છે, જેના પર મને બહુ ગુસ્સો આવે છે.

આ વાક્ય મહિલાઓથી નફરત કરાવનારું છે. ઇમરાને વધુમાં જણાવ્યું હતું કે, હું અને લેખા લોકડાઉનમાં એકબીજાની નજીક આવ્યા ત્યારે મને અને અવંતિકાને છુટા પડયાને દોઢ વરસ થઇ ગયું હતું. લેખા માટે કહેવાયું હતું કે, તે તેના પતિથી છુટી થઇ નહોતી, પરંતુ તે વાત સાવ ખોટી છે. લેખા મારા સંપર્કમાં આવી તેના એક વરસ પહેલા પોતાના પાર્ટનરથી છુટી પડી હતી. ઈમરાને લેખા સાથેના સંબંધો વિશે પહેલી વાર જાહેરમાં ઉચ્ચાર્યું છે. તે આમિર ખાનની દીકરી આયરાના લગ્નમાં પણ લેખા સાથે જ આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter