બોલિવૂડના ટોચના કલાકારોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના ૭૦મા જન્મદિને શુભકામનાઓ પાઠવી હતી...
લતા મંગેશકર લખે છેઃ
નમસ્કાર, આદરણીય નરેન્દ્રભાઈ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા, ઇશ્વર તમને હંમેશાં યશસ્વી રાખે. તમે દીર્ઘાયુ થાવ એવી મારી શુભેચ્છા.
રણવીર શૌરીએ લખ્યું હતું કે,
‘પ્રિય નરેન્દ્ર મોદી તમે ૨૧મી સદીના કરોડો લોકોની આશાઓનું પ્રતિનિધિત્વ કરો છો. હું પ્રાર્થના કરું છું કે, તમને લાંબુ અને સ્વસ્થ જીવન મળે કે જેનાથી તમે લોકોનાં સપનાં અને આશાને સાકાર કરી શકો. દેશ માટે તમારી મહેનત અને ડેડિકેશન બદલ થેંક યુ.’
અનુપમ ખેરે ટ્વિટ કર્યું હતું કે,
‘માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. ભગવાન તમને દીર્ઘાયુ અને સારું આરોગ્ય પ્રદાન કરે. આ જ ભગવાન પાસે મારી પ્રાર્થના છે.’
કંગના રનૌતે એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, ‘માનનીય વડા પ્રધાનજી, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હું તમને કહેવા ઈચ્છું છે કે આ દેશ તમારી ખૂબ પ્રસંશા કરે છે. જે એક સામાન્ય વ્યક્તિ તમારા માટે ફીલ કરે છે. એ હું જોઈ શકું છું કે, આટલું સન્માન, ભક્તિ કે આટલો પ્રેમ ભાગ્યે જ કોઈ વડા પ્રધાનને મળ્યા છે. ફક્ત એટલું જ કહેવા ઇચ્છું છું કે, જેઓ સોશિયલ મીડિયા પર નથી અને જેમનો અવાજ કદાચ તમારા સુધી પહોંચી શકતો નથી એવા કરોડો ભારતીયો તમારા માટે પ્રાર્થના કરે છે. અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે, તમારા જેવા વડા પ્રધાન મળ્યા છે.’
મધુર ભંડારકરે ટ્વિટ કર્યું હતું કે,
‘હેપ્પી બર્થ ડે માનનીય પીએમ શ્રી નરેન્દ્ર મોદીજી. ભગવાન ગણેશ હંમેશાં તમને ખૂબ શક્તિ, આનંદ અને સારા આરોગ્યના આશીર્વાદ આપે.’
આમીર ખાને ઓનલાઈન લખ્યું હતું કે,
‘નરેન્દ્ર મોદીજી નમસ્કાર, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.
તમારા જીવનમાં હંમેશાં સારું આરોગ્ય અને આનંદ રહે.’
અનિલ કપૂરે લખ્યું હતું કે,
‘નરેન્દ્ર મોદીજી જે પણ કરે છે એમાં તેઓ દેશ અને દેશવાસીના શ્રેષ્ઠ હિતોનો વિચાર કરે છે. તમારી સેવા બદલ આભાર.’