વરસાદને ચિનગારી ચાંપતું ક્રિષ્નાનું ટોપલેસ ફોટોશૂટ

Tuesday 27th July 2021 10:24 EDT
 
 

બોલિવૂડ એક્શન હીરો ટાઈગર શ્રોફની બહેન અને ‘જગ્ગુદાદા’ની દીકરી ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની ફિટનેસ અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં બનેલી રહે છે. આ વખતે ક્રિષ્નાનું હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે. ક્રિષ્નાએ હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તે ટોપલેસ નજરે પડી રહી છે અને પોતાના હાથથી બોડીના અપર પાર્ટને કવર કરતી દેખાય છે. આ ફોટોમાં ક્રિષ્નાના પેન્ટનું બટન પણ અનહૂક છે, જેની પર બેલી ટેટુ અને એબ્સ સ્પષ્ટ જોઇ શકાય છે. તમને જણાવી દઈએ કે ક્રિષ્નાએ પોતાનું ફોટોશૂટ એક મેગેઝિનના કવર પેજ માટે કરાવ્યું છે, અને આ મેગેઝિન માર્કેટમાં આવે તે પહેલાં જ સમાચારોમાં છવાઇ ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter