વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું અને સિગારેટના ડામ દીધા: સોમી અલી

Wednesday 07th December 2022 05:29 EST
 
 

બોલિવૂડ એક્ટ્રેસ સોમી અલી ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે પણ તેનું નિશાન એક્સ બોયફ્રેન્ડ એટલે કે સલમાન ખાન છે. સોમી અલીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં સલમાન ખાન સાથેનો એક જૂનો ફેટો શેર કરીને તેના પર શારીરિક શોષણનો આરોપ મૂક્યો છે. સોમીએ જોકે આ પોસ્ટને તરત જ ડિલીટ કરી નાખી છે, પણ ત્યાં સુધીમાં તો તે વાઇરલ થઇ ગઇ હતી. સોમીએ પોતાની પોસ્ટમાં સલમાન ખાન ઉપરાંત તેને સપોર્ટ કરતી એક્ટ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સોમી અલી અને સલમાન ખાન એક સમયે રિલેશનશીપમાં હતા. સોમીએ સલમાન ખાન સાથેની એક જૂની તસવીર શેર કરી છે, જેમાં એક્ટર ગુલાબનું ફૂલ આપતો જોવા મળે છે. આ સાથે જ સોમીએ લખ્યું હતું કે હજુ તો ઘણું થશે. પહેલા મારો શો ભારતમાં પ્રતિબંધિત કરી દીધો, બાદમાં વકીલોએ મને ધમકાવી હતી, તું કાયર માણસ છે, વર્ષોથી મને સિગારેટનો ડામ આપતો હતો અને શારીરિક શોષણ કરતો હતો.
અલબત્ત, આ કંઇ પહેલી વાર નથી, જ્યારે સોમી અલીએ સલમાન ખાન પર નિશાન સાધ્યું હોય. એક્ટ્રેસે માર્ચ મહિનામાં 'મૈને પ્યાર કિયા'નું પોસ્ટર શેર કરીને લખ્યું હતું કે તેમની પૂજા કરવાનું બંધ કરો. આ સાથે તેણે નામ લીધા વગર સલમાન ખાન પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો.
અત્યાચારીને ટેકો આપવાનું બંધ કરો.’ સોમીએ સલમાનની સમર્થક અભિનેત્રીઓ પર નિશાન સાધતાં વધુમાં લખ્યું હતું કે 'બધી એક્ટ્રેસને શરમ આવવી જોઈએ, કારણ કે તેઓ મહિલાઓ પર પ્રહાર કરનારા પુરુષને ટેકો આપી રહી છે. તેને ટેકો આપનારા કલાકારો પર શરમ આવે છે. હવે તો આરપારની લડાઈ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter