બોલિવૂડમાં ગણેશોત્સવનું પર્વ ખૂબ જ ધામધૂમ અને રંગેચંગે ઊજવાઇ રહ્યું છે. બાપ્પાના આગમનના આ શુભ અવસર પર સલમાન ખાનથી લઇને સોહા અલી ખાન અને કંગના રનૌતથી લઇને સોનુ સૂદે પોતાના ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કરી છે તો બીજા બોલિવૂડ પરિવારો લાલ બાગ ચા રાજાથી લઇને વિવિધ સ્થળોએ બાપ્પાના પૂજન-અર્ચન અને દર્શન માટે પહોંચી રહ્યા છે.