વિજય-રશ્મિકા લગ્નબંધને બંધાયા

Wednesday 04th March 2026 09:08 EST
 
 

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના 26 ફેબ્રુઆરીએ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે. બંનેના લગ્ન ઉદયપુર ખાતે થયા. સવારે તેલુગુ અને સાંજે કોડવા રીત-રિવાજથી બંનેના લગ્ન થયા હતા. ઉદયપુરની મેમેટોઝ બાય આઇટીસી હોટલમાં આ પ્રેમીપંખીડાના લગ્ન યોજાયા હતા. લગ્નમાં આમંત્રિતોને મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ હોવાથી તે વેળા તો તસવીરો બહાર આવી નહોતી. પરંતુ મોડેથી રશ્મિકાએ જ તેનો અને વિજયનો લગ્નવિધિ પ્રસંગનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું હતુંઃ મળો મારા હસબન્ડ વિજય દેવરકોંડાને...
આ પૂર્વે સોશિયલ મીડિયા પર લગ્નસ્થળ બહારનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રશ્મિકા અને વિજયના લગ્નમાં પહોંચેલા કેટલાક મહેમાનો પાપારાઝીને મીઠાઈ વહેંચી રહ્યાનું જોવા મળતું હતું. રશ્મિકા મંદાના અને વિજય રાજસ્થાનમાં લગ્નબંધને બંધાયા તે પ્રસંગે બહુ મર્યાદિત લોકોને આમંત્રણ અપાયું હતું, પરંતુ હવે ચોથી માર્ચના રોજ હૈદરાબાદમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે.
રશ્મિકાને કોરિયન પોપ કલ્ચર પસંદ હોવાથી વેડિંગ ફેસ્ટિવલની શરૂઆત કે-ડ્રામા થીમ સાથે થઈ હતી. વિજયે રશ્મિકા માટે પીએસવાયનો ગંગમન સ્ટાઈલ ડાન્સ કર્યો હતો. સહુ મહેમાનો અંતાક્ષરી પણ રમ્યા. અંતાક્ષરીમાં માત્ર વિજય અને રશ્મિકાના ફિલ્મો ગીતો જ ગાવાના હતા. જીતનારી ટીમને લક્ઝરી ગિફ્ટ હેમ્પર અપાયું હતું.
બન્નેની લવ સ્ટોરીની વાત કરીએ તો ફિલ્મના એક સેટ પર બંનેની મુલાકાત થઈ હતી. બંને સાથે હોય તેવી તે પ્રથમ ફિલ્મનું હતી ‘ગીતા ગોવિંદમ્’. ફિલ્મ ર018માં રિલીઝ થઈ હતી. બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી સૌને પસંદ પડી હતી. વર્ષ 2019માં બંનેની બીજી ફિલ્મ ‘ડિયર કોમરેડ’ આવી હતી.
લગ્નની તસવીરોએ રેકોર્ડ તોડ્યો
ફિલ્મજગતના સૌથી લોકપ્રિય કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નપ્રસંગની તસવીરે સોશિયલ મીડિયા પર એક એવો રેકોર્ડ બનાવ્યો છે. જે અત્યાર સુધી કોઈ ભારતીય સેલિબ્રિટીના નામે નહોતો. રશ્મિકાએ લગ્ન બાદ ઈન્સ્ટાગ્રામ પર વિજય સાથેની સુંદર તસવીરો શેર કરી હતી. આ પોસ્ટ શેર થતાંની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. માત્ર ગણતરીના કલાકોમાં આ પોસ્ટ પર 24.5 મિલિયન (2.45 કરોડ) થી વધુ લાઈક્સ આવી ચૂકી હતી. આ સાથે જ રશ્મિકાની આ પોસ્ટ એશિયામાં સૌથી વધુ લાઈક મેળવનાર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બની ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter