વિદ્યા બાલનને ભારતીય સેનાની સલામ

Friday 23rd July 2021 07:13 EDT
 
 

વિદ્યા બાલન બોલિવૂડની અભિનેત્રીઓમાંની એક એવી હિરોઇન છે જે પોતાની પસંદગીની ફિલ્મોમાં જ કામ કરે છે. તેણે પોતાની કારકિર્દીમાં વધુ એક છોગું ઉમેરી દીધું છે. તેના ભારતીય સૈન્યની એક ફાયરિંગ રેન્જને તેનું નામ આપવામાં આવ્યું છે. કાશ્મીરના ગુલમર્ગમાં આવેલી એક સૈન્ય ફાયરિંગ રેન્જ હવે વિદ્યા બાલન ફાયરિંગ રેન્જ નામથી ઓળખાશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આ રેન્જને કોઇ નામ આપવામાં આવ્યું નહોતું.
વિદ્યા બાલને આ વરસની શરૂઆતમાં ફિલ્મસર્જક પતિ સિદ્ધાર્થ રોય સાથે કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આયોજિત ગુલમર્ગ વિન્ટર ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. વિદ્યા બાલનની ભારતીય સિનેમાની વિભિન્ન ઉપલબ્ધિઓનું સન્માન કરતા, ભારતીય સેનાએ આ સૈન્ય ફાયરિંગ રેન્જને વિદ્યા બાલન ફાયરિંગ રેન્જ નામ આપ્યું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
આ પ્રસંગે સિદ્ધાર્થ રોયે જણાવ્યું હતું કે, ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી હું તમને ખાતરી આપું છુ કે, અમે ફરીથી કાશ્મીરમાં શૂટિંગની શરૂઆત કરશું. વિદ્યાએ પણ કાશ્મીરમાં શૂટિંગ કરવાનું ખૂબ જ ગમશે એમ જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter