વિદ્યુત જામવાલના હોલીવૂડમાં પગરણઃ શાંત અને શક્તિશાળી યોગી બનશે

Monday 28th July 2025 05:15 EDT
 
 

એક્શન ફિલ્મ માટે જાણીતો કલાકાર વિદ્યુત જામવાલ હવે હોલીવૂડમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. કેપકોમ વીડિયો ગેમ ફ્રેન્ચાઈઝી આધારિત સ્ટ્રીટ ફાઇટર પરથી બની રહેલી એક ફિલ્મમાં તે ચમકશે. લિજેન્ડરી એન્ટરટેઇન્મેન્ટની લાઇવ એક્શન ફિલ્મમાં વિદ્યુત ધલસિમનું પાત્ર કરશે. આ રોલ વિદ્યુત જામવાલની કેરિઅર માટે પણ મહત્વનો હશે, તેના હોલીવૂડ ડેબ્યુની ઘણા સમયથી રાહ જોવાતી હતી. ‘બેડ ટ્રીપ’થી જાણીતા ડિરેક્ટર કિતાઓ સકુરાઈ દ્વારા ડિરેક્ટ થનારી આ ફિલ્મના પ્લોટ અંગે હજુ સુધી કોઈ વધુ માહિતી જાહેર થઈ નથી. જોકે આ ફિલ્મની કાસ્ટ નક્કી થઈ છે, તે ઘણી પ્રભાવશાળી છે. આ ફિલ્મમાં એન્ડ્રુ કોજી ર્યુના રોલમાં, નોઆ સેન્ટેનિયો કેનના રોલમાં, કોલિના લિઆંગ ચુન લિના રોલમાં અને જેસન મોમ્વા બ્લાન્કાના રોલમાં જોવા મળશે. વિદ્યુત જામવાલ એક એવા યોગીના રોલમાં હશે, જે શાંત હોવા છતાં આગ જેટલો શક્તિશાળી છે, તે ધલસિમનું પાત્ર કરશે, જે સ્ટ્રીટ ફાઇટર યુનિવર્સ સાથે જોડાયેલો છે.
તે માર્શલ આર્ટનો પણ જાણકાર છે, ફિલ્મમાં પણ અને વાસ્તવિક જીવનમાં પણ. વિદ્યુત જામવાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાના સ્ટંટ સીન પોતે જ શૂટ કરવા માટે જાણીતો છે, તેની આ સ્કિલનું ઉદાહરણ તેની ‘કમાન્ડો’ અને ‘ખુદા ગવાહ’માં પણ જોવા મળ્યું છે. ધલસિમનું તેનું પાત્ર પણ તેના વ્યક્તિત્વનું જ એક સ્વરૂપ છે, જેમાં આધ્યાત્મિક ઊંડાણ અને શારીરિક તાકાત જોવા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter