વિદ્યુત જામવાલનું હોલિવૂડમાં પદાર્પણ

Wednesday 30th June 2021 07:20 EDT
 
 

બોલિવૂડ એકટર વિદ્યુત જામવાલે જાણીતી ટેલેન્ટ મેનેજમટ એજન્સી વન્ડર સ્ટ્રીટ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ સાઇન કર્યા છે. આ એજન્સીએ ટોની જા, માઇકલ જા વ્હાઇટ અને હોલ્ડ લુંદગ્રેન જેવા એક્શન ફેમ એક્ટરને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. વન્ડર સ્ટ્રીટ સાથે જોડાયો હોવાની વાતને સમર્થન આપતા વિદ્યુત જામવાલે કહ્યું હતું કે, ‘હું હોલિવૂડના કેટલાક મહેનતુ કલાકારો સાથે જોડાવાની ખુશી અનુભવી રહ્યો છું.’ વિદ્યુત પોતાની ફિટનેસ અને માર્શલ આર્ટને કારણે વિદેશમાં પણ ફેમસ બન્યો છે. વિદ્યુત જામવાલના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તે સનક અને ખુદાહાફિઝ - ચેપ્ટર બેમાં કામ કરી રહ્યો છે. આ સાથે તે હોલિવૂડના કેટલાક સિક્રેટ પ્રોજેક્ટસ પણ કરી રહ્યો છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter