વિરુષ્કાનું ‘ઓ...તેરી’

Wednesday 14th April 2021 06:46 EDT
 
 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણી વાર સોશિયલ મીડિયા પર એકબીજાના અને એકબીજા સાથેના ફની વીડિયો શેર કરતા રહે છે. આમાં એકનો ઉમેરો થયો છે. તાજેતરમાં અનુષ્કાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિરાટ કોહલી સાથેનો એક ફની વીડિયો શેર કર્યો છે. જેમાં અનુષ્કા પતિ વિરાટ કોહલી સાથે મસ્તી કરતી જોવા મળે છે. અનુષ્કાએ વીડિયો શેર કરતાંની સાથે જ તે સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બન્યો હતો. લોકોએ લાખોમાં લાઇક્સ અને કોમેન્ટસ કરીને વિરાટ અને અનુષ્કા વચ્ચેની પ્રેમાળ કેમિસ્ટ્રીને બિરદાવી હતી. અનુષ્કાની મસ્તી-મજાકથી વિરાટ કોહલી પણ એકદમ નવાઈ પામ્યો હોવાનું જોવા મળે છે.
વીડિયોમાં અનુષ્કા અને વિરાટ શૂટિંગ દરમિયાન હળવા મૂડમાં જોવા મળ્યા હતા. શૂટિંગ બ્રેકમાં અચાનક અનુષ્કા પાછળથી આવી વિરાટને ઊંચકી લે છે. અનુષ્કાના આ વર્તનથી વિરાટ નવાઈ સાથે બોલી ઊઠે છેઃ ‘ઓ...તેરી’. અનુષ્કાએ વીડિયોની કેપ્શનમાં લખ્યું કે ‘આ મેં શું કર્યું છે?!’ ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અનુષ્કાનો વિરાટ કોહલીને ‘એ કોહલી... ચોગ્ગા મારના’ કહેતો અને ઘરની બહાર વિરાટ સાથે ક્રિકેટ રમતો વીડિયો સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બન્યો હતો. બંને પાવર કપલ વચ્ચેની ફની કેમિસ્ટ્રી ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter