વિશ્વના સાહસિકોની યાદીમાં વિદ્યુત જામવાલનો સમાવેશ

Saturday 01st August 2020 08:38 EDT
 
 

વિદ્યુત જામવાલ પોતાની ધમાકેદાર એકશનથી દર્શકોમાં અને ફિલ્મ માંધાતાઓમાં જાણીતો છે. વિદ્યુતે એક ઉપલબ્ધિ કરી છે જેના પર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. એક પોર્ટલે વિદ્યુતનું નામ ૧૦ પીપલ યૂ ડોન્ટ વોટ મેસ વિથની યાદીમાં સામેલ કર્યું છે. આ લિસ્ટમાં દુનિયાના સાહસિક લોકોના નામ છે જેની સાથે પંગો લેવાના નામ પર જ લોકોને ધ્રુજારી છૂટી જાય. આ સાહસી લોકોની યાદીમાં એક એવું નામ પણ સામેલ છે જે જાણીને લોકોને આશ્ચર્ય થશે. આ યાદીમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નામ પણ સામેલ છે. વિદ્યુત આ યાદીમાં આવનારો એક માત્ર ભારતીય છે. વિદ્યુત પોતાની ફિલ્મોમાં કદી બોડી ડબલનો ઉપયોગ કરતો નથી તે જોખમી અને ખતરનાક સ્ટંટ દૃશ્યો પણ પોતે જ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter