વો કૌન, જ્હાન્વી?!

Thursday 01st April 2021 05:36 EDT
 
 

યુવા દિલોની ધડકન જ્હાનવી કપૂરે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટ દ્વારા જાણવા મળે છે કે હાલમાં તે લોસ એન્જલસમાં વેકેશન એન્જોય કરી રહી છે. જોકે ખાસ વાત એ છે કે આ વેકેશનમાં તે એકલી નથી, તેની સાથે કોઈ અન્ય પણ છે જેની તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે. જ્હાન્વીએ આ યુવકનું નામ જણાવ્યું નથી, અને આથી જ અટકળોનો દોર ચાલ્યો છે. જ્હાન્વીની આ તસવીરો સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહી છે. તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્હાન્વી કપૂરે ગુલાબી ટોપ અને જોગર્સ પહેર્યું છે. તેણે હાથમાં વ્હાઇટ સ્વેટર પણ કેરી કર્યું છે. આ તસવીરમાં ક્યારેય તે સમુદ્રકિનારે તો ક્યારે તે પથ્થરો પર જોવા મળે છે. આ તસવીર શેર કરતા જ્હાન્વીએ લખ્યું છેઃ માત્ર એક મિનિટ જ થઇ છે એલએમાં અને આ જગ્યા મને ઘર જેવી લાગી રહી છે. આ તસવીરમાં જ્હાન્વી સાથે બ્લેક ટી-શર્ટમાં એક યુવકને જોઈ શકાય છે. તે કોણ છે તેના અંગે જ્હાન્વીએ કંઇ જણાવ્યું નથી. પરંતુ ફોટોમાં મિસ્ટ્રીયસ બોય સાથેની કેમિસ્ટ્રી સ્પષ્ટ જોઈ શકાય છે. વાત માન્યામાં નથી આવતી?! જરા ફોટો પર નજર ફેરવી લો...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter