વો કૌન? મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો હૃતિક

Wednesday 09th February 2022 06:31 EST
 
 

‘ગ્રીક ગોડ’ તરીકેની ઓળખ ધરાવતો હૃતિક રોશન ફરી સમાચારમાં છે, પણ તેની ફિલ્મના કારણે નહીં. ૨૦૧૪માં પત્ની સુઝાન સાથે છૂટાછેડા લેનારો હૃતિક રોશન તાજેતરમાં મુંબઇની એક રેસ્ટોરાં બહાર જોવા મળ્યો હતો. તે રેસ્ટોરાંમાંથી બહાર નીકળતો હતો ત્યારે તેની સાથે મિસ્ટ્રી ગર્લ જોવા મળી હતી. હૃતિકે તેનો હાથ પકડયો હતો અને તેને પોતાની કારમાં બેસાડી હતી. આ સાથે જ હૃતિક આ યુવતીને પાપારાઝી ફોટોગ્રાફર્સથી પણ બચાવતો જોવા મળ્યો હતો. બંનેના ચહેરા પર માસ્ક હતા. હૃતિકનો આ મિસ્ટ્રી ગર્લ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કેટલાંક યુઝર્સ એવું માની રહ્યા છે કે હૃતિક આ યુવતીને ડેટ કરી રહ્યો છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે ‘શું હૃતિક ડેટિંગ કરી રહ્યો છે?’ તો અન્ય યુઝરે કહ્યું હતું કે ‘આ કોણ છે?’ ડિવોર્સના નવ વર્ષ પછી હૃતિક ડેટિંગ કરતો હોવાની ચર્ચા શરૂ થઇ છે. કેટલાકે આ મિસ્ટ્રી ગર્લને ઓળખીને તેની ઓળખ જાહેર કરતાં જણાવ્યું હતું કે આ યુવતી સબા આઝાદ છે અને તે યુવા મ્યુઝિશિયન છે. તેણે નસીરુદ્દીન શાહના દીકરા ઇમાદ સાથે કામ કર્યું છે.
હૃતિકે ૨૦૦૦માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેણે 'કહોના પ્યાર હૈ' ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમને બે સંતાન રેહાન એન રેધાન છે. છુટાછેડા પછી સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનાની ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter