મલ્લિકા શેરાવતે તાજેતરમાં પોતાના ફોલઅર્સને એક ખાસ ફેસ્ટિવ ઈવનિંગની ઝલક દેખાડી છે. મલ્લિકાએ અમેરિકાના વ્હાઈટ હાઉસ ક્રિસમસ ડિનરની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. અભિનેત્રીએ વોશિંગ્ટન ડીસીમાં આ મશહૂર વાર્ષિક ઉજવણીમાં પોતાના અનુભવો ઈસ્ટાગ્રામ પર શેર કર્યા છે. મલ્લિકાએ આ ડીનરને અવિસ્મરણીય અનુભવ ગણાવ્યો હતો. આ ઈવેન્ટ પોતાના મર્યાદિત મહેમાનોની યાદી અને અલગ-અલગ ક્ષેત્રના હાઈ-પ્રોફાઇલ મહેમાનો માટે જાણીતી છે.
મલ્લિકા શેરાવત વ્હાઈટ હાઉસમાં દેખાતા ચર્ચા પણ પેદા થઈ છે. ઓનલાઈન શેર કરેલી તસવીરોમાં, મલ્લિકા શેરાવત વ્હાઈટ હાઉસના પ્રવેશદ્વાર પર અને બહાર પોઝ આપતી જોવા મળી છે. આ સ્પેશિયલ ઈવનિંગ માટે મલ્લિકાએ એક પિંક-ઓમ્બ્રે સ્લિપ ડ્રેસ ફર જેકેટની સાથે પહેર્યો હતો. તસવીરોની સાથે મલ્લિકાએ કેટલાક વીડિયો પર પોસ્ટ કર્યા, જેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ડિનરમાં મહેમાનોને સંબોધિત કરતા જોવા મળી રહ્યા છે. સાથે જ સત્તાવાર નિમંત્રણની તસવીરો પણ છે. પોતાની એક્સાઈટમેન્ટ શેર કરીને, મલ્લિકા શેરાવતે પોસ્ટના કેપ્શનમાં લખ્યું: ‘વ્હાઇટ હાઉસ ક્રિસમસ ડિનરમાં નિમંત્રિત હોવું બિલકુલ અલગ અનુભવ છે, ખૂબ આભારી છું.’
આ પોસ્ટે તરત લોકોનું ધ્યાન ખેંચ્યુ અને ચાહકોએ કોમેન્ટ સેક્શન છલકાવી દીધું હતું. કેટલાક ચાહકોએ અભિનેત્રીને અભિનંદન પાઠવ્યા, જ્યારે કેટલાક લોકો મલ્લિકાને ખાસ નિમંત્રણ મળતા આશ્ચર્યમાં પણ મૂકાયા. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું હતું કે, ‘અભિનંદન... તમને નિમંત્રણ કેવી રીતે મળ્યું? મને જાણવાની આતુરતા છે.’
ઉલ્લેખનીય છે કે વ્હાઈટ હાઉસ ક્રિસમસ ડિનર એક જૂની પરંપરા છે, જે દર ડિસેમ્બર મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ ફેમિલી હોસ્ટ કરે છે. છેલ્લા કોટલાક વર્ષોમાં આ સેલિબ્રેશન એક મોટી ઈવેન્ટ બની ગઈ છે. આ ક્રિસમસ ડિનરમાં જાણીતી હસ્તીઓ અને ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવે છે.


