શક્તિ કપૂર ફરી વિલનના રોલમાં

Monday 29th May 2023 09:59 EDT
 
 

પીઢ અભિનેતા શક્તિ કપૂર બહુ લાંબા સમય પછી કોઈ બોલિવૂડ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં દેખાશે. રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘એનિમલ’માં શક્તિ કપૂર એક ગેંગસ્ટરની ભૂમિકામાં હોવાનું જાણવા મળ્યું છે. મોટા ભાગે આગામી ઓગસ્ટમાં રિલીઝ થનારી ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. રણબીરની સાથે હિરોઈન તરીકે રશ્મિકા મંદાના છે. આ ઉપરાંત ફિલ્મમાં રણબીરના હરીફ તરીકે બોબી દેઓલ પણ છે. ફિલ્મમાં અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી પણ જોવા મળશે.
શક્તિ કપૂરની ભૂમિકા એક વિતેલા જમાનાના ગેન્ગસ્ટરની છે. તેણે આ ફિલ્મ માટે પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી નાખ્યું છે. શક્તિ કપૂરે 70 અને 80ના દાયકાની અનેક ફિલ્મોમાં મુખ્ય વિલન તરીકે ધાક જમાવી હતી. બાદમાં તેણે કાદર ખાન સાથે મળીને અનેક કોમેડી ફિલ્મો પણ કરી હતી. છેલ્લા કેટલાય સમયથી તે બોલિવૂડમાં ખાસ એક્ટિવ નથી. જોકે, તેની દીકરી શ્રદ્ધા કપૂર બોલિવૂડની જાણીતી સ્ટાર બની ચૂકી છે.




to the free, weekly Gujarat Samachar email newsletter