શમિતા હવે આમિર અલી સાથે રિલેશનશિપમાં

Sunday 19th February 2023 08:07 EST
 
 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી એક્ટર આમિર અલી સાથે ડેટ કરી રહી હોવાનું કન્ફર્મ થયું છે. બંને તાજેતરમાં જાહેરમાં હગ કરતાં અને કિસ કરતાં જોવામાં આવ્યાં હતાં.
એક ઈવેન્ટમાં શમિતા અને આમિર સાથે આવ્યાં હતાં. ઈવેન્ટ બાદ તેઓ બંને સાથે બહાર નીકળ્યાં હતાં. તે વખતે આમિર શમિતાને તેની કાર સુધી છોડવા ગયો હતો. બંનેએ જાહેરમાં એકબીજાને આલિંગન આપ્યું હતું. આ ઉપરાંત બંનેએ એકબીજાને જાહેરમાં જ બાય બાય કિસ પણ આપી હતી. તેમની આ આત્મીયતા જોઈને બંને વચ્ચે રિલેશન હોવાનું માનવામાં આવી રહ્યું છે. શમિતા અગાઉ બિગ બોસમાં રાકેશ બાપટના પ્રેમમાં પડી હતી. બંનેએ સાથે રહેવા માટે ઘર લીધું છે અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે એવી વાતો વહેતી થઈ હતી. શિલ્પા શેટ્ટીના ઘરના દરેક ફંકશનમાં પણ રાકેશ બાપટ હાજરી પુરાવતો હતો. જોકે, બાદમાં બંને વચ્ચે બ્રેક અપ થઈ ગયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter