શાહરુખ-કાજોલની આઇકોનિક જોડી ફરી ફિલ્મી પરદે?!

Monday 09th August 2021 08:46 EDT
 
 

સુપરડુપર હિટ ફિલ્મો બાઝીગર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કુછ કુછ હોતા હૈ, માય નેમ ઈઝ ખાન અને દિલવાલે જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે આવી ચૂકેલી શાહરુખ ખાન અને કાજોલની જોડી બોલિવૂડની સૌથી લોકપ્રિય જોડીઓ પૈકી એક છે. હવે આ જોડી રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મમાં પોતાનો જાદુ પાથરવા તૈયાર છે. હિરાની ટૂંક સમયમાં ઈમિગ્રેશનના સબ્જેક્ટ પર એક ફિલ્મ શરૂ કરી રહ્યા છે, જેમાં શાહરુખ ઈમિગ્રન્ટના લીડ રોલમાં અને કાજોલ તેની પત્નીના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં બીજા પણ કેટલાક જાણીતા ચહેરા જોવા મળશે. આ ફિલ્મ એક સોશિયલ કોમેડી હશે, જે ઈમિગ્રેશન તથા એક એવી વ્યક્તિની જર્ની પર બનાવાઈ છે કે જે તેના પરિવાર સાથે પંજાબથી કેનેડા સુધીની સફર પૂર્ણ કરે છે. ફિલ્મમાં શાહરુખની જર્ની કવર કરનારી રિપોર્ટરના રોલ માટે તાપસી પન્નુને એપ્રોચ કરાયો છે જ્યારે શાહરુખને તેની જર્નીમાં મદદ કરનારી મહિલાના રોલ માટે વિદ્યા બાલન સાથે વાતચીત ચાલે છે.
આ ફિલ્મ માટે શાહરુખને સાઈન કરી લેવાયો છે જ્યારે અન્ય ૩ ફીમેલ કેરેક્ટર્સ માટે હાલ કાજોલ, વિદ્યા બાલન અને તાપસી સાથે અંતિમ તબક્કાની વાત ચાલી રહી છે. કાસ્ટિંગ પૂરું થયા બાદ મેકર્સ દ્વારા ફિલ્મનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરાશે. ફિલ્મને શાહરુખનું રેડ ચિલી પ્રોડક્શન અને હિરાની સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મ માટે મ્યુઝિક શાંતનુ મોઈત્રા આપશે અને સ્વાનંદ કિરકિરે ગીતકાર હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter