શાહરુખ ખાન-આલિયા ભટ્ટઃ વર્ષ 2023ના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર

Wednesday 29th November 2023 07:12 EST
 
 

મૂવીઝ, ટીવી અને સેલિબ્રિટી વિશેની માહિતી માટે વિશ્વના સૌથી લોકપ્રિય અને અધિકૃત સ્ત્રોત IMDbએ વર્ષ 2023ના ટોચના 10 સૌથી વધુ લોકપ્રિય ભારતીય સ્ટાર્સની ઘોષણા કરી છે. લોકપ્રિયતાનું આ રેટિંગ વાસ્તવિક પેજ વ્યૂઝના આધારે નક્કી કરાય છે. વિશ્વભરમાં IMDb ના 200 મિલિયનથી વધુ માસિક વિઝિટર્સના આધારે જાહેર થયેલા આ રેન્કિંગમાં છેલ્લા બે વર્ષની બેક ટુ બેક સફળ ફિલ્મો આપનાર શાહરુખ ખાન અને આલિયા ભટ્ટને આ યાદીમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. આલિયા ભટ્ટે આ વર્ષે ગ્લોબલ ઓડિયન્સમાં સૌથી વધુ ચાહકોનો ઉત્સાહ અને આકર્ષણ પેદા કર્યુ છે. IMDb ઇન્ડિયાના વડા યામિની પટોડિયાએ જણાવ્યું કે, ‘અમારી આગવી ઇયર-એન્ડ-ટોપ 10 યાદી વિશ્વભરના લાખો ચાહકોના પેજ વ્યૂઝના આધારે સંકલિત કરવામાં આવી છે, જેઓ કંઇક સર્ચ કરવા, શું જોવું તે નક્કી કરવા અને પોતાના મનપસંદ સ્ટાર્સ વિશે વધુ જાણવા માટે IMDb પર આધાર રાખે છે.'
પ્રેક્ષકોની પસંદગીનું સાચું પ્રતિનિધિત્વઃ આલિયા ભટ્ટ
શાહરુખ ખાન સાથે વર્ષ 2023ની સૌથી લોકપ્રિય સ્ટાર જાહેર થયા બાદ અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે IMDb એ પ્રેક્ષકોની પસંદગીનું સાચું પ્રતિનિધિત્વ છે. હું હંમેશા માનતી આવી છું કે તેઓ જ સાચા રાજાઓ અને રાણીઓ છે અને તેમનાથી આગળ કંઈ નથી. હું જે સ્થિતિમાં છું ત્યાં મને લાવવા માટે હું મારા પ્રેક્ષકોનો આભાર માનું છું. જ્યારે હું તેમનું મનોરંજન કરવાનું ચાલુ રાખવાની આશા રાખું છું, ત્યારે હું માત્ર પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરપુર છું, હું સખત મહેનત કરવાનું અને સ્ક્રીન પર વધુ પ્રેરણાદાયી વાર્તાઓ અને પાત્રો લાવવાનું વચન પણ આપું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter