બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાને ભારતના સૌથી ધનિક સેલિબ્રિટી તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો હોવાનું હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ-2025 દ્વારા જાહેર થયું છે. આ રિચ લિસ્ટમાં બિઝનેસ, ઈન્ડસ્ટ્રી, એન્ટરટેઇન્મેન્ટ અને સ્પોર્ટ્સ સહિત વિવિધ ક્ષેત્રોના સૌથી ધનિક ભારતીયોની વિગતો આપવામાં આવી છે. આ વર્ષે શાહરુખની સંપત્તિ 870 મિલિયન ડોલરથી વધીને 1.4 બિલિયન ડોલરે (અંદાજે 12,490 કરોડ રૂપિયા) પહોંચી છે. શાહરુખ બાદ તેની બિઝનેસ પાર્ટનર અને ફ્રેન્ડ જૂહી ચાવલા અને તેના પતિ જય મહેતા બીજા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 880 મિલિયન ડોલર (અંદાજે 7,790 કરોડ રૂપિયા) છે. સ્વાભાવિક છે કે જૂહી ફિલ્મોમાં તેની અન્ય જુનિયર અભિનેત્રીઓ જેટલી સક્રિય ન હોવા છતાં બોલિવૂડની સૌથી ધનિક અભિનેત્રી છે. હૃતિક રોશન 2,160 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બોલિવૂડની સૌથી ધનિક સેલિબ્રિટીઓમાં ત્રીજા સ્થાને છે, જેમાં તેની બ્રાન્ડ HRXનું મોટું યોગદાન છે. કરણ જોહર 1,880 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ચોથા ક્રમે જ્યારે અમિતાભ બચ્ચન પરિવાર 1,630 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે પાંચમા ક્રમે છે. આ
રિચ લિસ્ટમાં સલમાન ખાન, અક્ષય કુમાર વગેરે નથી.
બોલિવૂડની પાંચ સૌથી ધનિક સેલિબ્રિટી
સેલિબ્રિટી કુલ સંપત્તિ (રૂ.)
1. શાહરુખ ખાન 12,490 કરોડ
2 જૂહી ચાવલા 7,790 કરોડ
3. હૃતિક રોશન 2,160 કરોડ
4. કરન જોહર 1,880 કરોડ
5. અમિતાભ બચ્ચન 1,630 કરોડ