શાહરૂખ ખાનનો ‘ડબલ’ ધડાકો

Monday 26th October 2020 12:05 EDT
 
 

કિંગખાન શાહરૂખ ખાન છેલ્લા બે વરસથી રૂપેરી પડદેથી દૂર રહ્યો છે. વર્ષ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ ફ્લોપ રહ્યા પછી શાહરૂખે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક્ટિંગમાં બ્રેક લીધો હતો. હવે તે લાંબા સમય પછી અભિનય ક્ષેત્રે પુનરાગમન કરી રહ્યો છે. બોલિવૂડમાં ચર્ચા છે કે, શાહરૂખ ખાને તેની અપકમિંગ ફિલ્મના શૂટિંગ માટેકમર કસી લીધી છે.
નવેમ્બર, ૨૦૨૦થી તે ફિલ્મ ‘પઠાન’નું શૂટિંગ શરૂ કરી દેશે. આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ હશે.
આ ઉપરાંત શાહરૂખે સાઉથના ડાયરેક્ટર એટલી સાથે પણ હાથ મેળવ્યા છે. આ ફિલ્મમાં તે પિતા અને પુત્રના ડબલ રોલમાં જોવા મળવાનો છે. આ પહેલાં પણ શાહરૂખે બે ફિલ્મો ‘ડુપ્લિકેટ’ અને ‘ડોન’માં ડબલ રોલ કર્યાં છે. આ ફિલ્મમાં તે એક સિનિયર રો એજન્ટના પાત્રમાં જોવા મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter