શાહિદ કપૂરે ડિજિટલ પ્લેટફોર્મ સાથે રૂ. ૧૦૦ કરોડના કરાર કર્યા

Friday 25th September 2020 08:01 EDT
 
 

શાહિદ કપૂરે ઓટીટી પ્રોજેક્ટસમાં ફિલ્મો અને વેબ શોઝનો સમાવેશ કરીને નેટફ્લિકસ સાથે રૂપિયા ૧૦૦ કરોડના પ્રોજેક્ટસ સાઇન કર્યા છે. અભિનેતા હૃતિક રોશને હાલમાં જ રૂપિયા ૮૦ કરોડની ડીલ સાઇન કરી હોવાના સમાચાર હતા.
ઉડતા પંજાબ અને કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી શાહિદ કપૂરની મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં માગ વધી છે. રિપોર્ટસના અનુસાર હવે શાહિદ ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. તેણે નેટફ્લિકસ સાથે ઘણા પ્રોજેક્ટસ સાઇન કર્યા છે. જેમાં ફિલ્મો અને વેબ શોઝનો સમાવેશ છે. શાહિદની આ ડીલ રૂપિયા ૧૦૦ કરોડની હોવાની કહેવાય છે.
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર આ પ્રોજેક્ટમાં એક ફિકશન સિરીઝ પણ સામેલ છે. ગુનિત મોંગા સાથે એક તમિલ ફિલ્મની હિંદી રિમેકની વાતચીત શાહિદની ચાલી રહી છે. જે ફક્ત ડિજિટલી જ રિલીઝ થવાની છે.
આ ઉપરાંત શાહિદ આદિત્ય નિમ્બાલકરના દિગ્દર્શનમાં બની રહેલી એક એકશન થ્રિલર ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. જોકે હજી સુધી આ પ્રોજેક્ટ્સ ફાઈનલ થયાના કોઈ સમાચાર નથી, પરંતુ શાહિદે ઓવર ઓલ ડીલ સાઇન કરી લીધી છે અને તે નજીકના ભવિષ્યમાં નેટફ્લિક્સ સાથે કામ કરશે. શાહિદ પહેલા અજય દેવગણ અને હૃતિક રોશન પણ ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર માટે વેબ સીરીઝ સાઇન કરી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter