ફિલ્મી ગીતોમાં લીડ એકટર્સની સાથે સાથે બેકગ્રાઉન્ડમાં રદમ મિલાવતા ડાન્સર્સના લાઈવલી ટ્રુપ સાથે બોલિવૂડના ગીતો જીવંત બને છે. કોરોના સંકટમાં મુશ્કેલીમાં મુકાયેલા કેટલાક બ્રેકગાઉન્ડ ડાન્સર્સની મદદ શાહિદ કપૂરે કરી છે. બોલિવૂડમાં તેની કરિઅરની શરૂઆતથી તેની પડખે રહેનારાં આ પ્રકારના જરૂરિયાતમંદોને તે સપોર્ટ પૂરો પાડી રહ્યો છે.
પૂર્વ બ્રેકગ્રાઉન્ડ ડાન્સર અને ડાન્સર્સને ફિલ્મેકર્સની સાથે કનેક્ટ થવામાં મદદરૂપ થતાં રાજ સુરાનીએ આ અંગે જણાવ્યું હતું કે, શાહિદ કપૂરે જેમની સાથે કામ કર્યું હતું એ ડાન્સર્સના બેંક એકાઉન્ટમાં કેટલાક રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. શાહિદે લગભગ ૪૦ ડાન્સર્સને મદદ કરી છે અને તેણે જણાવ્યું હતું કે તે તેમને આગામી બેથી ત્રણ મહિના સુધી મદદ કરશે. રાજે જણાવ્યું હતું કે, શાહિદે ‘ઇશ્ક વિશ્ક’થી તેની કરિઅર શરૂઆત કરી હતી ત્યારથી અમે ડાન્સર્સને શોર્ટલિસ્ટ કર્યા છે. એને ૧૭ વર્ષ થઈ ગયા છે. તેઓ ખરાબ સ્થિતિમાં છે. તેઓ કદાચ અત્યારે કામ કરતા નથી. આ સિવાય અમે ‘ધતિંગ નાચ’, ‘શાનદાર’ અને ‘અગલ બગલ’ જેવા ગીતોમાં શાહિદની સાથે કામ કરનારા ડાન્સર્સનો પણ સમાવેશ કર્યો છે. કોરિયોગ્રાફર બોસ્કોના ટ્રૂપમાંથી ૨૦ ડાન્સર્સ અને કોરિયોગ્રાફર કમ ફિલ્મમેકર અહેમદ ખાનના ગ્રૂપમાંથી ૨૦ ડાન્સર્સને શાહિદે મદદ કરી છે.