શિખરનું બોલિવૂડમાં ઓપનિંગઃ હુમા સાથે રોમાન્સ

Saturday 22nd October 2022 06:53 EDT
 
 

ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બેટ્સમેન શિખર ધવને બોલિવૂડના ગ્રાઉન્ડ પર ‘ડબલ XL’ સાથે ઓપનિંગ કર્યું છે. આ ફિલ્મમાં શિખર ધવન અને હુમા કુરેશી રોમાન્સ કરતા જોવા મળશે. હુમાની સાથે આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા લીડ રોલમાં છે. વધુ વજનના કારણે બોડી શેમિંગ અનુભવતી યુવતીઓ અને તેમના માટે સામાજિક દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને બનેલી આ ફિલ્મનું ટીઝર થોડા સમય પહેલા રિલીઝ થયું હતું. ગ્લેમરસ અંદાજમાં જોવા મળતાં હુમા કુરેશી અને સોનાક્ષી સિંહાએ આ ફિલ્મમાં નવો અવતાર લીધો છે. તેમાં મુખ્યત્વે પ્લસ સાઈઝની બે મહિલાઓની સ્ટોરી છે, જે પોતાના સપનાની પાછળ દોડી રહી છે. જીમમાં પરસેવો પાડીને કે ડાયેટિંગ કરીને સ્લિમ અને ફિટ રહેતી બોલિવૂડ સ્ટાર્સની ભીડમાં હુમા અને સોનાક્ષીએ નવો ચીલો ચાતરવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મમાં શિખર ધવનના રોલને જાહેર કરાયો ન હતો. હુમા કુરેશીએ સોશિયલ મીડિયા પર શિખર ધવન સાથેનો ફોટોગ્રાફ શેર કરી ફિલ્મ અને ક્રિકેટ રસિયાઓને સરપ્રાઈઝ આપી હતી. શિખર ધવને બોલિવૂડમાં એન્ટ્રી અંગે જણાવ્યું હતું કે, દેશ માટે રમનારા એથ્લીટ તરીકે લાઈફ ખૂબ બિઝી રહે છે. જો કે સારી એન્ટરટેઈનિંગ ફિલ્મો જોવાનું ગમે છે. ફિલ્મની સ્ટોરી સાંભળી અને ઈમ્પ્રેસ થયો હતો. ફિલ્મમાં સમગ્ર સમાજ માટે બહુ સારો મેસેજ છે અને દેશના યુવાન-યુવતીઓ પણ આ ફિલ્મની જેમ જ પોતાના સપનાઓનો પીછો કરતા રહે તેવી આશા છે. સોનાક્ષીની સાથે આ ફિલ્મમાં ઝહીર ઈકબાલ છે. આ ફિલ્મ ચોથી નવેમ્બરે રિલીઝ થવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter