શિલ્પા કા ફિટનેસ મંત્રઃ સ્વસ્થ રહો - મસ્ત રહો

Saturday 12th February 2022 06:55 EST
 
 

શિલ્પા શેટ્ટી-કુંદ્રાનું હેલ્થ અને વેલનેસ મોટિવેશન સહુ કોઇએ જાણવા જેવું છે. વીતેલા વર્ષમાં ફિટનેસ ગોલ ભલે મિસ થયા હોય, પણ નવા વર્ષમાં મોંઘા ફિટનેસ ગીયર પાછળ આંધળી દોટ લગાવવાની જરૂર નથી. શિલ્પા કહે છે કે આ ત્રણ વસ્તુ કરવાથી અવશ્ય ફિટનેસ મેળવી શકાશે. શિલ્પા દરેક ફેનને હેલ્ધીઅર લાઈફસ્ટાઈલ માટે પ્રોત્સાહન આપવાની સાથે બાયસેપ્સ કર્લ કરવા કહે છે. ખર્ચાળ ફિટનેસ ઇક્વિપમેન્ટ માટેની ભ્રમણા દૂર કરતાં શિલ્પાએ કહ્યું હતું કે, ફેબ્રુઆરી શરૂ થિ ગયો છે. કેટલાક ગોલ્સ ભલે મિસ થયા હોય, પણ ચિંતા ન કરો. જ્યાં અટકી પડ્યા છો, ત્યાંથી જ ફરી શરૂઆત કરો. ક્યારેય કંઇ બહુ મોડું હોતું નથી. ફીટ રહેવા માટે મોંઘા ગીયર પાછળ ખર્ચ કરવાની જરૂર નથી. માત્ર સ્ટ્રોંગ વિલ, કમ્પ્લિટ ડેડિકેશન અને પોતાનામાં વિશ્વાસ મદદરૂપ બનશે. હેપ્પી ફેબ્રુઆરી. શિલ્પા કા મંત્રાઃ સ્વસ્થ રહો - મસ્ત રહો. શિલ્પાની ફેવરિટ બાયસેપ્સ કર્લ એક્સરાઈઝમાં એલ્બોને ફ્લેક્સિબલ બનાવવાનો અને વાળવાનો હોય છે. અપર બોડી એક્સરસાઈઝમાં તેનો ઉપયોગ થાય છે. વેઈટ લોસ અને મસલ્સ માટે આ એક્સરસાઈઝ ખૂબ ઉપયોગી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter