બોલિવૂડથી દૂર પરંતુ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહેનાર એક્ટ્રેસ શિલ્પા શિરોડકરે તાજેતરમાં દુબઈમાં કોરોના વેક્સિન લીધી હોવાનું સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું છે. શિલ્પાએ દુબઈમાં વેક્સિન લીધી હતી. શિલ્પા બોલિવૂડની પહેલી એક્ટ્રેસ છે જેણે કોરોના વેક્સિન લીધી છે. ઉલ્લેખનીય છે કે માં યુએઈમાં ચાઈનીઝ વેક્સિન સિનોફાર્મને મંજૂરી આપવામાં આવી છે.
દુબઈમાં વેક્સિન
શિલ્પાએ ૨૦૨૧ અંગે મેસેજ શેર કરીને કહ્યું હતું, વેક્સિનેટેડ તથા સલામત. આ ન્યૂ નોર્મલ છે. ૨૦૨૧માં આવી રહી છું. તસવીરમાં શિલ્પાએ માસ્ક પહેર્યો છે અને વેક્સિન બાદ હાથ પર પટ્ટી લગાવેલી છે. શિલ્પા સિવાય કોઈ પણ સેલેબ્સે અત્યાર સુધી કોરોનાની વેક્સિન લગાવી નથી. વર્ષ 2૨૦૦૦માં શિલ્પાએ લગ્ન કર્યાં હતાં અને લગ્નના થોડાં સમય બાદ તે દુબઈ જતી રહી હતી. શિલ્પાનો પતિ અપરેશ રણજીત દુબઈમાં મર્ચન્ટ બેંકર તરીકે કામ કરે છે.


