શિલ્પા શેટ્ટી ગેન્ગસ્ટર બનશે

Thursday 30th March 2023 04:49 EDT
 
 

શિલ્પા શેટ્ટી એક કન્નડ ફિલ્મમાં ગેન્ગસ્ટરનો રોલ ભજવવાની છે. ‘કેડી, ધી ડેવિલ’ નામની ગેન્ગસ્ટર ડ્રામા ફિલ્મમાં તે સત્યવતી નામનું પાત્ર ભજવવાની છે.
રેડ પોલકા ડોટની પ્રિન્ટ ધરાવતી વ્હાઈટ સાડી, સ્ટાઈલથી આગળ રાખેલા લાંબા ચોટલા અને ગોગલ્સ સાથેનો લૂક શિલ્પાએ શેર કરતાં ચાહકો આફરીન પોકારી ઉઠયા હતા. તેની આ પોસ્ટને જોતજોતામાં જ દોઢ લાખથી વધુ લાઈક્સ મળી ગઈ હતી. બહેન શમિતા શેટ્ટી સહિત અન્ય હસ્તીઓએ પણ તેના આ અવતારને વખાણ્યો હતો. જોકે, એક કારની આગળ છટાથી ઉભેલી શિલ્પાનો લૂક આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી પરથી પ્રેરિત હોવાની કોમેન્ટસ પણ કેટલાય ચાહકોએ કરી હતી. શિલ્પા આ ફિલ્મમાં જાણીતા કન્નડ અભિનેતા ધ્રુવ સરજા સાથે દેખાવાની છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter