આઠમી જૂને શિલ્પા શેટ્ટી-કુંદ્રા 47 વર્ષની થઇ. શિલ્પા શેટ્ટીના જન્મદિવસ પ્રસંગે ચાહકો ઘરની બહાર ઊમટી પડયા હતા તો એકટ્રેસે પણ બહાર આવીને ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પછી ફિલ્મ ‘નિકમ્મા’ની સ્ટાર-કાસ્ટ અભિમન્યુ દાસાની તથા શર્લી સેટિયા તેના ઘરે પહોંચ્યા હતા. શિલ્પાએ આ બંને કલાકારો તથા મમ્મી સુનંદા શેટ્ટી સાથે કેક કાપી હતી. બાદમાં શિલ્પા શેટ્ટીએ અભિમન્યુ તથા શર્લી સાથે રસ્તા પર ચાહકો સાથે ધમાકેદાર ડાન્સ કર્યો હતો. આ પછી શિલ્પાએ પછી ફિલ્મની ટીમ સાથે ચોકલેટ કેપ કાપી હતી. શિલ્પાએ પછી ફિલ્મના કલાકારો તથા માતા સુનંદાને કેક ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું.