શિલ્પા શેટ્ટીના ઘરે ગણપતિ પધાર્યા...

Thursday 21st September 2023 10:17 EDT
 
 

ગણેશોત્સવની ધામધૂમ બોલિવૂડમાં પણ છવાઈ છે. દર વર્ષની જેમ શિલ્પા શેટ્ટી આ વર્ષે પણ ઘરે ગણેશજી લઈ આવી છે. વર્ષોથી શિલ્પા પોતાના ઘરે ગણેશજીનું સ્થાપન કરે છે અને દર્શન માટે સેલિબ્રિટીઓ તેના ઘરે ઉમટે છે. શિલ્પા સોમવારે ધામધૂમથી ગણેશ પ્રતિમા ઘરે લાવી તેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે બોટલ ગ્રીન કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં તો રાજ કુન્દ્રા ડેનિમ્સ અને હુડીમાં જોવા મળતા હતા.




to the free, weekly Gujarat Samachar email newsletter