શિલ્પા શેટ્ટીના પર્સનાલિટી રાઈટ્સના રક્ષણ માટે હાઈકોર્ટનો આદેશ

Saturday 21st March 2026 10:38 EDT
 
 

બોમ્બે હાઈકોર્ટે મંગળવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરવાનો આદેશ જારી કર્યો છે. આદેશમાં શિલ્પાના નામ, તેની તસવીરો, અવાજ, સમાનતા કે પર્સનાલિટીનો કોઈપણ રીતે ઉપયોગ કરવા કે ખોટી રીતે રજૂ કરવા પર પ્રતિબંધ પર ભાર મૂક્યો છે. અદાલતે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે વિવિધ પ્લેટફોર્મ્સ પર ચાલતું બદનક્ષીપૂર્ણ અને ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ તાત્કાલિક દૂર કરવામાં આવે.
કોર્ટના આદેશમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે સંમતિ વિના જાહેર વ્યક્તિની ઓળખ અને પ્રતિષ્ઠાનું વ્યાવસાયિક રીતે શોષણ અથવા ડિજિટલ રીતે દુરુપયોગ કરી શકાતો નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઈન્ટરનેટ ડીપફેક અને ડિજિટલ કોપીકેટનો અડ્ડો ન બની શકે. અરજદારનું નામ, તસવીરો, અવાજ અને વ્યક્તિત્વ તેમના મૂલ્યવાન કાનૂની અધિકારો છે, જેનો તેમની સંમતિ વિના કોમર્શિયલ ઉપયોગ કરી શકાતો નથી કે ડિજિટલી તેની સાથે ચેડાં કરી શકાતા નથી.
આદેશમાં ડિજિટલ પ્લેટફોર્મ્સ અને વિવિધ માધ્યમો શિલ્પાની ગરિમા અને પ્રતિષ્ઠાનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ દૂર કરવા અને ટેક્નોલોજીનો દુરુપયોગ થતો રોકવા ઝડપથી કાર્યવાહી કરે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. શિલ્પાએ ગત નવેમ્બરમાં પોતાના પર્સનાલિટી રાઇટ્સના રક્ષણ માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter