શિલ્પાએ બ્રેક લીધો સોશિયલ મીડિયા પરથી

Thursday 19th May 2022 05:22 EDT
 
 

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પરથી બ્રેક લેવાની જાહેરાત કરીને ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. અભિનેત્રીના જણાવ્યા અનુસાર પોતે રૂટિનથી કંટાળીને બ્રેક લઈ રહી છે. જોકે, તેણે ટૂંક સમયમાં નવા અવતારે પાછી ફરવાનો વાયદો પણ કર્યો છે. શિલ્પાએ પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર એક બ્લેન્ક તસવીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે હું એકધારાપણાથી કંટાળી ગઈ છું. બધું એકસરખું લાગે છે. જ્યાં સુધી નવો અવતાર શોધી નહીં લઉં ત્યાં સુધી હું પાછી નહીં આવું.
શિલ્પાની આ જાહેરાતથી તેના ચાહકોને ભારે આંચકો લાગ્યો હતો. શિલ્પા હેલ્થ અને ફિટનેસ અંગેના વીડિયોઝ તથા પોતાની ટ્રીપ અને અન્ય ફોટા નિયમિત રીતે શેર કરતી રહે છે. શિલ્પા હંગામા-ટુને બાદ કરતાં લાંબા સમયથી ફિલ્મી પરદેથી ગાયબ છે ત્યારે સોશિયલ મીડિયા થકી જ ગ્લેમર વર્લ્ડમાં તેની ઓળખ જળવાઈ રહી છે. ઈન્સ્ટાગ્રામ પર અઢી કરોડ અને ટ્વિટર પર અડધો કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી શિલ્પા ઇન્ફ્લુએન્સર તરીકે પણ જંગી કમાણી કરે છે. શિલ્પા બહુ ચાલાક બિઝનેસ પર્સન છે અને તે આટલી મોટી કમાણી અમસ્તા બોરડમના નામે ગુમાવે તે વાત કોઈને ગળે ઉતરતી નથી. તેમાં પણ શિલ્પાના પતિ રાજ કુન્દ્રા પોર્ન કેસમાં ફસાયા બાદ તેના કેટલાક બિઝનેસને અસર પહોંચી છે તેવા સમયે શિલ્પા નાણાંકીય રીતે આવું પગલું લે તે માની શકાતું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter