શિલ્પાના નવ સંકલ્પ

Saturday 01st October 2022 09:12 EDT
 
 

શિલ્પા શેટ્ટી અને ફેમિલીએ થોડા સમય પહેલાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી. હવે શિલ્પાના ઘરે નવરાત્રિનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. નવરાત્રિના પ્રારંભે ઘરમાં વિશેષ પૂજનનો વીડિયો શેર કરવાની સાથે તેણે નવ દિવસના સંકલ્પ પણ જણાવ્યા હતા. વીડિયોમાં શિલ્પા તેના ઘરે દેવી દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મીજીનું ફૂલોથી પૂજન કરતી જોવા મળે છે.
વીડિયોના કેપ્શનમાં શિલ્પાએ દરેકને શારદીય નવરાત્રિની શુભેચ્છાઓ આપી છે. આ સાથે શિલ્પાએ નવ દિવસના નવ સંકલ્પ પણ જાહેર કર્યા છે. પ્રથમ દિવસે ગુસ્સાનો ત્યાગ, દ્વિતિયાથી લોકોને જજ કરવાનું બંધ, તૃતિયમાં તમામ પૂર્વગ્રહ છોડવાનો અને ચતુર્થીમાં પોતાની જાત સાથે દરેકને માફ કરવાની શિલ્પાની તૈયારી છે.
પંચમીમાં પોતાની જાત અને દરેકને જેવા છે તેવા સ્વીકારવા, ષષ્ઠીમાં પોતાની જાત અને દરેકને બિનશરતી પ્રેમ કરવાની, સપ્તમીએ ઈર્ષ્યા અને અપરાધભાવ જેવી નકારાત્મક લાગણીઓ ત્યજવાની અને મહા નવમીએ તમામ ચિંતા છોડવાની શિલ્પાની ઈચ્છા છે. જીવનમાં જે કંઈ મળ્યું છે તે દરેક માટે ભગવાનનો આભાર માનીને શિલ્પાએ દરેકને જય માતાજી કહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter