શિલ્પાનો હેલ્થ મંત્રઃ યોગ જ સર્વશ્રેષ્ઠ

Wednesday 29th June 2022 07:59 EDT
 
 

શિલ્પા શેટ્ટીનો હેલ્થ મંત્ર છે - નિયમિત યોગ. ફિટનેસ માટે આગવી નામના ધરાવતી શિલ્પાનું કહેવું છે કે, યોગ દરેક માટે જરૂરી છે. દિવસની શરૂઆત હંમેશા યોગથી કરવી જોઇએ. યોગના કારણે માનસિક શાંતિ તો મળે જ છે સાથોસાથ ફિઝિકલી પણ તમે રિલેક્સ ફીલ કરી શકો છો. મારા માટે તો યોગ જ સર્વશ્રેષ્ઠ છે. હું દરેક યોગાસન આસાનીથી કરી શકું છું. મને લાગે છે કે, આ એક્ટિવિટીમાં એક સાયન્સ છે, જે મગજ અને આત્મા સાથે સંકળાયેલી છે. હું નથી ઇચ્છતી કે, લોકો ફક્ત ઇન્ટનેશનલ યોગ ડે પર જ યોગ કરે, પરંતુ તેને જીવનમાં એક ટેવની જેમ અપનાવવી જોઇએ. આ ભારતનો પૌરાણિક ખજાનો છે જેને સમગ્ર દુનિયાએ અપનાવ્યો છે.
શિલ્પા શેટ્ટી હંમેશા તેના ફેન્સ માટે ફિટનેસ વીડિયો પોસ્ટ કરતી રહે છે અને આ સાથે તે ફૂડી વ્યક્તિ માટે લખનઉ ખાસ જગ્યાએ જ્યાં હેલ્ધી ફૂડની સાથે ટેસ્ટી ફૂડ મળે છે. ત્યાંનું ફૂડ ખાવાની સાથે અમુક વસ્તુ ઘરે પણ લઇ જાઉં છું, પરંતુ દરેક વસ્તુનો એક ટાઇમ હોય છે અને ડાયટને ધ્યાનમાં રાખીને ફૂડ આરોગવું જોઇએ. અઠવાડિયે એકાદ વખત તમે તમારી ભાવતી વસ્તુ અવશ્ય ખાઇ શકો છો, પરંતુ તેને રૂટિન ન બનાવી શકાય. આ બોલિવૂડ સ્ટારની વાત કરીએ તો તે 47 વર્ષની ઉંમરે પણ ફિટ અને હિટ છે. તેણે વર્ષોથી તેની ફિગર મેઇન્ટેઇન રાખી છે. શિલ્પાએ લોકોને યોગ શીખવાડવા માટે યોગાસનની સ્પેશિયલ એપ પણ બનાવી છે. આ સાથે જ, ભારત સરકારના વિવિધ ફિટનેસ કેમ્પેઇન હિસ્સો પણ રહી ચૂકી છે. અને જો કામની વાત કરીએ તો, રિસન્ટલી શિલ્પા શેટ્ટીને સુપરવુમન અવતારમાં ચમકાવતી ફિલ્મ ‘નિકમ્મા’ રિલીઝ થઇ છે (અને બોક્સ ઓફિસ પર પીટાઇ પણ ગઇ છે). આ ઉપરાંત તે ડાન્સ રિયાલિટી શોના જજ તરીકે પણ ટેલિવિઝિન દુનિયા પર એક્ટિવ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter