શિવભક્ત હૃતિક ખુદ શિવની ભૂમિકામાં

Wednesday 02nd August 2017 07:53 EDT
 
 

લાખો ફેન્સનો હાર્ટથ્રોબ હૃતિક રોશન પ્રખ્યાત લેખક અમીષ ત્રિપાઠીની પ્રખ્યાત બુક ‘ધ ઇમોર્ટલ્સ ઓફ મેલુહા’ પરથી બની રહેલી ફિલ્મનો હીરો ફાઈનલ છે. ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ આ બુકના રાઇટ્સ ખરીદી લીધા છે અને ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે.
સંજયે પોતાની ફિલ્મમાં શિવના રોલ માટે હૃતિક રોશનને પસંદ કર્યો છે. હૃતિક શિવભક્ત છે અને આ રોલ ભજવવા આતુર છે તેવું હૃતિકના મિત્રોનું કહેવું છે. મીડિયામાં અહેવાલો હતા કે, કરણ જોહર ભગવાન શિવ પરથી ફિલ્મ બનાવવા માગતો હતો. આ ફિલ્મમાં શિવનો રોલ કરવા માટે હૃતિક રોશન, સલમાન ખાન, વરુણ ધવન અને ટાઇગર શ્રોફ જેવા એક્ટર્સનાં નામ હતાં, પરંતુ હવે સંજય લીલાએ ફિલ્મની ઘોષણા કરતાં ‘મેલુહા’ પરથી કરણ ફિલ્મ બનાવશે એ વાત પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter