મહાશિવરાત્રીના પાવન પર્વ પર સમગ્ર દેશ સાથે ફિલ્મસ્ટાર્સે પણ ઉમંગ અને ઉલ્લાસ સાથે શિવની ભક્તિ કરી હતી. ધુરંધર ફેમ સારા અર્જુન સહિત અનેક સેલિબ્રિટી પ્રસિદ્ધ શિવમંદિર જઈ પહોંચ્યા હતા. તો કેટલાક સ્ટાર્સ આધ્યાત્મક ગુરુ જગ્ગી વાસુદેવ એટલે કે સદગુરુના આશ્રમમાં મહાશિવરાત્રી મનાવવા પહોંચ્યા હતા. અજય દેવગણથી લઇને રવિના ટંડને પોતાના ચાહકોને મહાશિવરાત્રીની શુભકામના પાઠવી હતી. નોંધનીય છે કે અજય દેવગણ તો શિવજીનો પરમ ભક્ત છે. તેણે પોતાના શરીર પર શિવનું ટેટૂ પણ બનાવ્યું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શિવની સ્તુતિ કરતો હોય તેવી પોસ્ટ શેર કરી છે. અજય ઉપરાંત અનિલ કપુર, અક્ષય કુમાર અને અનુપમ ખેરે પણ પોતાના ચાહકોને મહાશિવરાત્રીની શુભકામના આપી હતી. અભિનેત્રી નિમરત કૌરે ઇન્સ્ટાગ્રામ પર ઓમકારેશ્વર મહાદેવના દર્શનની તસવીરને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને મહાશિવરાત્રીની શુભકામના પાઠવી હતી. રવિના ટંડને પણ શિવ ભક્તિમાં લીન હોય તેવી તસવીર શેર કરીને હર હર મહાદેવ લખ્યું હતું.


