શિવાજી મહારાજની ફિલ્મમાં અર્જુન રામપાલ વિલન

Monday 30th March 2026 07:20 EDT
 
 

અર્જુન રામપાલ ‘ધૂરંધર-ટુ’ની શાનદાર સફળતા પછી અન્ય પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. હવે આ અભિનેતા ‘ધ પ્રાઇડ ઓફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ’ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં ઋષભ શેટ્ટી છે. ફિલ્મનું નિર્માણ સંદીપ સિંહનું હશે અને આ ફિલ્મ દ્વારા તે દિગ્દર્શક તરીકેની પણ કારકિર્દી શરૂ કરશે. ફિલ્મના કથાવસ્તુના કેન્દ્રમાં છત્રપતિ શિવાજી મહારાજના સાહસ, યુદ્ધકૌશલ અને મુગલ સામ્રાજ્ય વિરુદ્ધ સંઘર્ષની ગૌરવગાથા છે. ફિલ્મમાં શેફાલી શાહ છત્રપતિ શિવાજીની માતા રાજમાતા જિજાબાઇની ભૂમિકામાં હશે. સંદીપ સિંહની આ ફિલ્મનું શૂટિંગ જૂન મહિના પછી શરૂ થવાની શક્યતા છે. ફિલ્મનું સંગીત પ્રીતમનું હશે જ્યારે સિનેમેટોગ્રાફી રવિ વર્માની હશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter