શું નેહા કક્કર અને રોહનપ્રીતે સગાઈ કરી લીધી?

Friday 16th October 2020 06:32 EDT
 
 

બોલિવૂડ સિંગર નેહા કક્કર હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ચર્ચામાં પણ રહે છે. નેહાને હંમેશા હેડલાઈન્સમાં રહેવું ગમે છે. નેહા ફરી એક વખત હાલમાં ચર્ચામાં છે. હાલમાં તે શો ‘રાઈઝિંગ સ્ટાર’માં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા ગાયક રોહનપ્રીતિ સિંઘ સાથેના પ્રેમસંબંધોને લઈને સમાચારોમાં છે. છેલ્લા કેટલાક દિવસોથી નેહા અને રોહનપ્રીત વિશે ઘણા સમાચાર આવ્યા છે. જોકે, તેમના સંબંધો અંગે બંને તરફથી કોઈ ટિપ્પણી આવી નથી. બંને સ્ટાર્સની તસવીર વાઈરલ થઈ રહી છે. આ તસવીર જોતાં ચાહકો અનુમાન કરી રહ્યા છે કે તેમની સગાઈ થઈ ગઈ છે.
એક ફેન એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નેહા કક્કર અને રોહનપ્રીતના વાઇરલ ફોટા શેર કર્યાં છે. આ તસવીરમાં બંને સોફા પર બેઠેલાં જોવા મળે છે. બીજી તરફ નેહાના હાથમાં ગિફ્ટ બેગ જોવા મળી. આ તસવીરમાં રોહનપ્રીતનાં માતા-પિતા પણ દેખાય છે. નેહા અને રોહનપ્રીત સિંઘનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં રોહન નેહાના હાથમાં રિંગ પહેરાવતો દેખાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter