હૃતિક રોશનની એક્સવાઇફ સુઝેન ખાન ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સીધી રીતે સંકળાયેલી ન હોય, પરંતુ તે પોતાના ગ્લેમરસ અંદાજ અને ફિટનેસને કારણે લોકોની નજરમાં જરૂર રહે છે. સોશિયલ મીડિયા પર તે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. હાલમાં સુઝેન સોશિયલ મીડિયા પરની તેની આવી જ એક પોસ્ટને કારણે ચર્ચામાં છે. સુઝેન ખાને ઇન્સ્ટાગ્રામ પર મેરેડિથ ગ્રે દ્વારા લખેલી એક કવિતા પોસ્ટ કરી છે. જેમાં તે પોતાના ભવિષ્ય અંગે નિર્ણય લેવાની વાત કરી રહી છેઃ તય કરો... તો કરો. નિર્ણય લો. ક્યા યહી વહ જીવન હૈ જિસે આપ જીના ચાહતે હૈ? ક્યા યહ વહ વ્યક્તિ હૈ જિસે આપ પ્યાર કરના ચાહતે હૈ? ક્યા આપ મજબૂત હો સકતે હૈ કે દયાલુ? અધિક દયાલુ? નિર્ણય કરે. સાંસ અંદર લે. સાંસ છોડે ઔર ફેંસલા કરે. આ સાથે જ સુઝેને જે હેશટેગ્સ યૂઝ કર્યા છે તે બહુ સૂચક છે. જેમ કે. નો પેન અગેન, ડિસાઇડ, સ્ટેટ ઓફ માઇન્ડ...
સુઝેનની આ પોસ્ટને તેના પ્રશંસકો તેના ભાવિ નિર્ણય સાથે જોડી રહ્યા છે. લોકોનું માનવું છે કે સુઝેન પોતાના નવા પ્રેમને લઇને મૂંઝવણમાં છે? શું તે આ અંગે નિર્ણય નથી લઇ શકતી કે તેને અંગત જીવનમાં આગળ ક્યાં વધવુ છે? હૃતિક રોશને સુઝેનની આ પોસ્ટને લાઇક કરી છે.
ઉલ્લેખનીય છે કે, ટેલિવિઝન એકટર લી ગોનીના ભાઇ અર્સલાલ ગોની સાથેના ઘનિષ્ઠ સંબંધને કારણે સુઝેન ખાન હાલ ચર્ચામાં છે. સુઝેન તેને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. સોશિયલ મીડિયા પર પણ આ વાતના સંકેત મળી રહ્યા છે. જોકે આ બધા છતાં સુઝેનનું એક્સ હસબન્ડ હૃતિક સાથે સારું બોન્ડિંગ છે તે હકીકત છે.